લૂંટાવા નીકળ્યો છું ફકીર થઈ

No Comments


લૂંટાવા નીકળ્યો છું ફકીર થઈ
ઠાઠથી નીકળ્યો છું ફકીર થઈ.

ફૂલદાનીમાં સજાવેલ ફૂલો જોઈ
બાગમાં નીકળ્યો છું સમીર થઈ

પાણી ને તો હોય કેવી પાળ
બરફમાં પીગળ્યો છું સ્થિર થઈ

અંધારા પીંજતા આગિયા જોઈ
રાતમાં નીકળ્યો છું તિમિર થઈ

ઈશ્વરના અણસાર ને કયાં હું શોધું
રહે છે હાથમાં એ લકીર થઈ.

– અમિત ત્રિવેદી

સ્વર : કલ્પક ગાંધી
સ્વરાંકન : કલ્પક ગાંધી

હૃદય અમારું ઊંડું છે

No Comments

હૃદય અમારું ઊંડું છે પછી આંખ કેમ છલકાય
દર્દો ભરીને બેઠાં છીએ સાવ ખોખલાં નથી

સહન કરતાં શીખ્યાં એટલે દર્દી તેની હવે પરવા નથી
ઘર કરી ગયાં છે દર્દો તેની હવે પરવા નથી

પૂછી શકાય તો પૂછવો છે એક સવાલ ઈશ્વરને
દુ:ખો આવે છે જીવનમાં તેવી કેમ અફવા નથી ?

હવે કોની પાસે જાઉં ‘અમિત’ નવાં દર્દો લઈને
ઈશ્વરની કિતાબમાં તો કયાંય દુઃખના બદલા નથી.

– અમિત ત્રિવેદી

સ્વર : ચૈતન્ચ વ્યાસ
સ્વરાંકન : કલ્પક ગાંધી

સરવાળા બાદબાકી

No Comments


સરવાળા બાદબાકી અહીં કેવાં ખોટાં પડે છે
તમારા જવાથી વાતાવરણમાં ભાર વધે છે.

મારા દિલમાં પ્રવેશ તમારા હાથમાં છે
તમારાં જવાની વાત ભલે લોકો ઝહે છે.

મંદિરની મૂર્તિઓ ક્યારેક ધબકી તો હશે
તેથી જ લોકોના ટોળા અહીં આવતાં રહે છે.

તમે છોડી ગયાં અમે ક્યાં વિરોધ કર્યો છે
આંકેલા પગલાં પર વિધાતાનો હાથ રહે છે.

– અમિત ત્રિવેદી

સ્વર : ચૈતન્ય વ્યાસ

છોડીને જાય છે અવાવરું ઘર

No Comments

છોડીને જાય છે અવાવરું ઘર,
પછી બાંધ્યા કરે છે નિત નવું ઘર.

ખૂણે ખૂણે સ્મરણો બેઠાં છે,
કોણ હવે કરશે અહીં બોલતું ઘર.

સમજણનો દીવડો પાથરે ઉજાસ
વાટને સંકોર્યા પછી કેવું દોડતું ઘર

ભલે દીવાલોથી બાંધેલ છે નકક્ષા
ધબકતા શ્વાસોથી પછી વિસ્તરતું

-અમિત ત્રિવેદી

સ્વર : હર્ષા વૈદ્ય
સ્વરાંકન : કલ્પક ગાંધી

હતો એક રાજા,હતી એક રાણી…

No Comments

બધી વાતમાં અલી લેખા ન લેતી,
પછી હાથમાંથી સરી  જાય  રેતી

હતી સાવ પોકળ દવા શું  કરીએ ?
નહીં તો  મને આમ પીડા ન દેતી

અરે ! સાવ સીધું જવા નું હતું તો,
કહાની અમારી વળાંકો   ન  લેતી

હતો એક રાજા , હતી  એક  રાણી,
છતાં એ  જ વારતા બહુ રંગ દેતી

પ્રસંગે   પ્રસંગે   તમારું    હતું  એ,
છતાં ગીત ગાવા મજા તું ન લેતી

– અમિત ત્રિવેદી

Newer Entries