…. ઢળો તો હવે

No Comments

ઝાકળે    ઝાકળે    રૂપ   ખીલી   ઢળો   તો   હવે
વાદળે   વાદળે   જળ   બનીને   વહો    તો  હવે

જો   શિકાયત  છે તમને  અને   વેદના  છે  બહુ
ઢાળ   મારી   તરફ   છે   વફાથી  ઢળો  તો  હવે

કાનમાં  રોજ  ભણકાર  તારા   સતત   હોય   છે
હો   ભલે  ને  નિરાકાર  ઈશ્વર    ફળો   તો   હવે

ભીંતને  છાંયડે   આવીને    કોઈ   અટકી    ગયું
સૂર્યને   કોઈ    થંભી   જવાને  ક હો    તો    હવે

હા  અને  ના  વચાળે  જો  રળિયાત છે  લાગણી
તો  વ્યથા  મારી  સમજીને  પાછા વળો  તો હવે

  –  અમિત ત્રિવેદી

…. સનાતન સમજીને ચાલે

No Comments

આંખો   મીંચી   ઈશ્વરનું   સ્મરણ    જો  જાગે
બસ   તું   એને  જ  સનાતન  સમજીને ચાલે

ધીરે    ધીરે      ઈશ્વરને      તારામાં     જોયો
હરતું   ફરતું    મંદિર    ચાલે    મારી    સાથે

હું  તારામાં    ખોવાયો    છું,   બસ   તારામાં
દોડી    આવી     મંઝિલનું    સરનામું   આવે

દરિયો  કે  મૃગજળ રેતી એકસરખી તરબોળ
જોનારાને   એ      દ્રષ્ટિભેદ      ભલે    લાગે

ઘોડા   દોડાવી    દોડાવી   તું     ક્યાં   દોડે ?
ધમધમતો   સૂરજ  પણ  સાંજે નમતો લાગે
– અમિત ત્રિવેદી

શ્વાસ સાથેની રમત…..

No Comments

શ્વાસ   સાથેની  રમત એ  તો  રમાડે
જો  ડરીએ   હારથી   તો   એ  પછાડે

ઝાંઝરીએ     કોતરી    ઝંકાર     હૈયે
સાવ  સુના  ખંડમાં  એ  શું  જગાડે ?

એ  ગજુ  મારું  નથી, લે  જીત  તારી
એ  રમતને   કેમ  પાછી  તું  રમાડે ?

સાંજ  જેવી સાંજ  ને એમાં  મળે  તું
એ જ જંતર , એ જ મંતર  તું  વગાડે

મંદિરે   હું    રોજ   આવીને   કહું   કે
એક  ફોટો   તું   હયાતી   નો  પડાવે

– અમિત ત્રિવેદી

……વાત જાણી ?

No Comments

તે    શું     કોઈના   ભરોસે   વાત   જાણી ?
રીત    મારા    પ્રેમની   તે   ના  પિછાણી ?

મેં    વિધાતાએ    લખેલા     લેખ      ઘૂંટી
જિંદગીને     સાવ       હળવીફૂલ     માણી

શ્વાસની    સરગમ   ચલાવી    સાચવે  છે
સાંભળી   લે   ત્યાં  સુધી  તું  એ  જ વાણી

અંધશ્રદ્ધા   હો     ભલે,   શ્રદ્ધા     જ    જીતે
છેવટે    એને     જ     તારણહાર     જાણી

ક્યાં  કશું  અટકે  છે  કોઈના   વિના  પણ?
છોડ  તું,  શાને    કરે     છે    ખેંચાતાણી ?

– અમિત ત્રિવેદી

….. જાદુ કરતો

No Comments

સાવ   સીધો   એ   કડિયો   કેવો  જાદુ કરતો ,
ચણતર   કરવા   ઇંટે   ઇંટે   સ્વપ્ના   ધરતો

આયના    વેચી   લોકોને   એ   સડકો   ઉપર
તેમનો સાચ્ચો ચહેરો બતાવી પેટ એ ભરતો

ભૂલો  પડતો   મૂર્તિઓ  પથ્થરની    બનાવી
ઈશ્વર  ક્યાં  છે  શોધવા  એ  મંદિરમાં ફરતો

આપવું  સઘળું  છે  જ  તને  કૈં લેવું નથી તો
શાને  માટે  આમ  સદા  તક્દીરથી  ડરતો ?

સાંજ  ઢળે  તો  આ  સુરજ  પણ  પોઢી જાશે
શાને  માટે  આખી  રાત  તૂ  જાગ્યા કરતો ?

– અમિત ત્રિવેદી

ઘણું બધું મને જડ્યું છે , શું લખું ?

1 Comment

ઘણું બધું મને જડ્યું છે , શું લખું ?
ઉજાશ રૂપે શું ફળ્યું છે , શું લખું ?

મેં શોધ્યું જેને ખેડી સાત સાગરો
એ હૃદય મહીં મળ્યું છે, શું લખું ?

ખોટું જે સતત મને લાગ્યા કર્યું,
રક્તમાં જ એ તપ્યું છે ,શું લખું ?

‘ માડી ‘ શબ્દ મેં હૃદયમાં કોતર્યો
દોસ્તો એ શું લખ્યું છે, શું લખું ?

ભીતરે જે તત્વ મારી અવતર્યું
મારી આંખે એ કળ્યું છે ,શું લખું ?

– અમિત ત્રિવેદી

 

આમ જુઓ તો ….

No Comments

આમ   જુઓ  તો  ઘણું     નડતું   હવે
ને   છતાં    તે    જ  મને  ઘડતું  હવે

શોધવામાં       જિંદગી     પૂરી   થશે
ઝાંઝવાને    મૂક    તું     પડતું     હવે

સઘળું  દોડી  આવશે   ઝરણાંની  જેમ
છોડ   તું   વળગણ   બધું   નડતું  હવે

તો    જ     પર્યાય      ઈશ્વરનો   મળે
છોડ    અેને    જે   નથી   જડતું  હવે

બારણે   તું    આવીને    પાછી    ફરી
એ  જ  કારણ  બસ  મને  નડતું   હવે

– અમિત ત્રિવેદી

….. બંદગીની રેશમી સોગાતને

2 Comments

બંદગીની       રેશમી       સોગાતને
કેમ   હું    ભૂલી   શકું     એ   વાતને

તું   મને   સપનામાં    આવીને  મળે,
રાત   આખી    હું   જગાડું    જાતને

ભાર   લાગે     છે  મને  જેનો   છતાં
ગામના   લોકો      ચગાવે    વાતને

લાગણી   બેફામ    દોડી   રગ  મહી
હૈયું   ભૂલી    જાય   એની     ઘાતને

ચાંદ   લંબાવી  દે  આજે  આ મિલન
મેં   મનાવી  લીધી   છે  આ  રાતને

– અમિત ત્રિવેદી

આ કોની આંખે ચડેલું ગામડું છે?

No Comments

આ  કોની  આંખે  ચડેલું  ગામડું  છે?
એ   વળી   કોને   નડેલું   ગામડું   છે

આ   ગગનચુંબી  મકાનો  તો નગરના,
ચાસ   પાડીને     લખેલું   ગામડું   છે

શબ્દ  ધોબીનો  અને  વનવાસે સીતા
મોંઘી    ગાડીને   નડેલું    ગામડું    છે

પાન  પાને,  ડાળ  ડાળે   ઝૂલતું   એ
આ  કોની  આંખે ચડેલું  ગામડું   છે?

ને     પુરોગામી    તરફથી    ઊતરીને
હાથથી   સરકી   ગયેલું   ગામડું   છે

– અમિત ત્રિવેદી

…….. મૃગજળમાં તરવું

2 Comments

ન્હોતું પરવડતું વારંવાર મને મરવું
તેથી મેં શીખી લીધું મૃગજળમાં તરવું

માફી આપી દે ,એની સાથે જીદ ના કર
ખોટો ઘેરાયો છું , શીખી જા તું ડરવું

બદનામ થવાનું તારા ભાગ્યમાં જ છે
પ્રેમ તું છોડીશ નહી , હૃદયથી ઝરવું

મોસમ છે તો ખીલી જા , તું ચિંતા ના કર
મન તું જીતી જા , નક્કી કર નથી ખરવું

શબ્દોની વણઝારને તું થંભાવી દે
મૌનની આભા છે, હોઠેથી પાછા ફરવું

અમિત ત્રિવેદી

Older Entries Newer Entries