કેદ શું છે હવે મેં જાણી વેદના ઓ કાના

No Comments

કેદ શું છે હવે મેં જાણી વેદના ઓ કાના
તું તો ખુદ જનમ્યો તો કેદમાં ઓ કાના

યમુનાજીએ દીધો’તો માર્ગ તને ઓ કાના
હવે તારો વારો છે, માર્ગ દે મને ઓ કાના

રોજ પારણે ઝૂલાવ્યો છે તને ઓ કાના
હવે તારો વારો છે હિંડોળે ઝુલાવ મને કાના

એવું તે કેમ મારે ઉછીનાં લેવા પડે શ્ચાસો
હવે તારો વારો છે, તું મારા ભરી દે શ્ચાસો

ભૂલ અમારી અમે બંધ કર્યા દ્વાર હવેલીના
લે હવે તારો વારો ખોલી દે દ્વાર હવેલીના

-અમિત ત્રિવેદી

માણીગર મુરલીવાળો શ્યામ …

No Comments

 

 

 

માણીગર મુરલીવાળો શ્યામ … ઓ શ્યામ…  ઓ શ્યામ…

ગોપીઓના મનડે ઘૂમતો, રમતો લાગે છે અતિ સુંદર
રમતો લાગે છે અતિ સુંદર,  છબીલો છેલ  છોગાળો શ્યામ

કુંજ ગલીમાં તું અટકી જાતો, ગોકુળિયે તું કેમ ન આવે ?
યમુનાજીએ તને મારગ દીધો, યાદ તને એ કેમ ન આવે ?

માણીગર મુરલીવાળો શ્યામ

કલરવની કેડીએ અમે તો એકલા, સુણીએ છીએ અમે તારા ધબકારા
મુરલીના સુરોના આછા અજવાળા ,ચીંધે ગોપીઓને મારગ પરબારા

માણીગર મુરલીવાળો શ્યામ

ગોપીઓના મનડે ઘૂમતો, રમતો લાગે છે અતિ સુંદર
રમતો લાગે છે અતિ સુંદર, છબીલો છેલ છોગાળો શ્યામ
– અમિત ત્રિવેદી

હાથમાં અજબ દૈવત લઈ આવે છે ડોકટર

No Comments

 

 

હાથમાં અજબ દૈવત લઈ આવે છે ડોકટર
રામની રૈયત લઈ હૈયે આવે છે ડોકટર

એ તો છે દુઃખ ભંજન બનતા મોટા સુખનું કારણ
એક પછી એક બધાં રોગનું હળવેથી કરતાં મારણ

દુઆ ફળે એની દવા લઈને આવે છે ડોકટર
સૌના દેહને તીરથ જાણી શુકન લાવે છે ડોકટર

શ્ચાસની સરગમની નિરંતર ફેરવે છે માળા
કૂંચી દુઆની લઈને ખોલે બંધ તાળા

જીવનની રખવાળી કરી ને સાથ આપે છે ડોકટર
જિયો જિયો બસ જિયો જિયોનો મંત્ર આપે છે ડોકટર

-અમિત ત્રિવેદી

સ્વર : ધ્વનિત જોષી
સ્વરાંકન :ધ્વનિત જોષી

દરિયા જેવો દરિયો છલકે

No Comments

 

 

દરિયા જેવો દરિયો છલકે એવી વાત કહ્યી છે તે
રોમે રોમે વ્હાલમ મલકે એવી વાત કહ્યી  છે  તે

શબ્દો લઈ લખવા બેસુ તો
વાત વહે ખળખળ
અમથી અમથી બેસી રહું તો
આંખ્યુંમાં જળજળ

અરીસામાં  ચહેરો  અટકે એવી વાત કહ્યી   છે  તે
દરિયા જેવો દરિયો છલકે એવી વાત કહ્યી છે તે

શમણાઓનું રેશમ છે
તું મુજ અંગ પર બિરાજ
હૈયું ઝંખે હૂંફ તો
વહાલમ    રાજાધિરાજ

હોઠેથી   ટહુકો  છટકે  એવી  વાત   કહ્યી  છે  તે
દરિયા જેવો દરિયો છલકે એવી વાત કહ્યી છે તે

– અમિત ત્રિવેદી

ફોરમની ગાંસડી લઈ ઉભી’ તી

No Comments

ફોરમની ગાંસડી લઈ ઉભી’ તી
ત્યાં તો ઝાકળે બારણાં ઢંઢોળ્યા
સામે આવી રતુમડા સૂરજે
ઝાકળના તોરણા ઝબોળ્યા

જાગેલા સપનાની વાતો કહું
ત્યાં તો ફોરમથી ફેલાતી વાત
સમીરની વાટ પકડી આગળ વધું
ત્યાં તો ઓચિંતી આવી કપાત
ને ખીલેલાં રંગીન ઉપવનમાં
ઉભરાતા સોંદર્ય ઝબોળ્યા

ખોબે ખોબે અમે અમ૨ત પીશું
ને પછી ઢોળશું દરિયો ઉપવનમાં
એકએક નવલી પંખુડી ખોલશે
બિડે લા ૨હસ્યો ઉપવનમાં
ને ખીલેલા રંગીન ૨હસ્યોમાં
લીલેરાં પોત ઝબોળ્યા.

-અમિત ત્રિવેદી

સ્વર : હર્ષા વૈદ્ય
સ્વરાંકન : કલ્પક ગાંધી

હે મા… પધારો મારે આંગણે….

No Comments

….તું લાગે પરમ કૃપાળુ

3 Comments

તારી આંખે દુનિયા હું મન ભરી  ને માણું
વ્હાલમાં તરબતર તું લાગે  પરમ કૃપાળુ
 
તું જ વિધાતા , તું જ અન્નદાતા
ઝીણું    તું  કાંતે   મારું   જીવન
જરીક  જ્યાં  હું   સરકું  ત્યાં તો
સરકે         તારું       ત્રિભુવન
 
જરીક  સરકી  તને  હું વ્હાલ ભરી પંપાળું
વ્હાલમાં તરબતર તું લાગે  પરમ કૃપાળુ
 
તું જ અંધારું , તું જઅજવાળું
શ્વાસની  સરગમ  તારે હવાલે
પંખી ના ટહૂકા, ફૂલની ફોરમ
મારું  અંગે    અંગ     સજાવે
 
તારી પાંખે હું ઉડું ને ગગન લાગે નિરાળું
વ્હાલમાં તરબતર તું લાગે  પરમ કૃપાળુ
 
તું જ મંજીરા , તું જ તંબુરા
મારામાં    ગુંજે   બુલબુલ
પરોઢે   ગીત મધુરા  ગાઈ
મારામાં   રહેતી   મશગૂલ
 
હરઘડી તને લાગે કે મને તું કેમ સંભાળું
વ્હાલમાં તરબતર તું લાગે  પરમ કૃપાળુ
 
– અમિત ત્રિવેદી

કેસૂડાના રંગ ભરી…..

No Comments

 

 

કેસૂડાના રંગ ભરી, સપનાનો સંગ કરી  આવ્યો  પવન
સાંવરિયો નેહ ભરી,ઘરનું સરનામું લખી લાવ્યો  પવન

સર સર સરતો સમીરા ,
ફર ફર ફરતી ફોરમ
રંગ રંગ મ્હોર્યો ઊમંગ,
બારસાખે બાંધીને  તોરણ

હૈયામાં ગીત  ભરી, કોકિલ  કંઠ   બની  આવ્યો  પવન
સોનેરી રંગ ભરી સાંવરનું  નામ  લખી  લાવ્યો  પવન

ધોમ  ધોમ વૈશાખી તાપનો ,
અગન  ઠારતો  પવન
અષાઢી   મેઘલી   રાતે,
રોમ રોમ  છલકે મધુવન

મખમલિયા  સપના, મનગમતા ઠામે દોરી  લાવ્યો પવન
ખાલીખમ આંખોમાં, રેશમિયું અજવાળું લઇ આવ્યો  પવન

– અમિત ત્રિવેદી

અમે વડોદરાના રહેવાસી …..

21 Comments

 

 

 

અમે વડોદરાના રહેવાસી …..

     અમે  વડોદરાના  રહેવાસી,અમે  વડનગરીના રહેવાસી

    એક    બીજાને  કેમ   છો  પૂછી   હસ્તો   રમતો  માણસ
સયાજીરાવનો   વારસ  થઈને   વટથી   ફરતો માણસ

સાત   સાત  સૂરો    લઇને   મધ્યે   ઘૂઘવે    સૂરસાગર
નોરતામાં     જોબન    ઘૂમે     પગમાં    પ્હેરી    ઝાંઝર

  એક   એકથી   સવાયો   થઇને  ડગલું   ભરતો   માણસ
એકેક   ઘરમાં   આશની   વાટે    દીવો   કરતો   માણસ

    ધોમ  ધખતા  વૈશાખ  મહીં   આ   બળબળતો   માણસ
એકબીજાનો   છાંયો  થાવા   વડલો    બનતો    માણસ

સત્યમ     શિવમ  સુન્દરમથી     ગુંજે    ઘુંમટ     ગોળ
સગપણ   સઘળાં   ભેગા    થઈને   થાતાં    ઓળઘોળ

– અમિત ત્રિવેદી

<!–[if gte mso 9]> Normal 0 false false false EN-US X-NONE GU MicrosoftInternetExplorer4 <![endif]–><!–[if gte mso 9]> <![endif]–> <!–[endif]–>

અમે વડોદરાના રહેવાસી …..

અમે વડોદરાના રહેવાસી

અમે વડનગરીના રહેવાસી

હેલ્લો વડોદરા ! કેમ છો વડોદરા ?

એક બીજાને કેમ છો પૂછી ફરતો હરતો માણસ

સયાજીરાવનો વારસ થઈને વટથી ફરતો માણસ

સાત સાત સૂરો લઇને મધ્યે ઘૂઘવે સૂરસાગર
નોરતામાં જોબન ઘૂમે પગમાં પ્હેરી ઝાંઝર

એક એકથી સવાયો થઇને ડગલું ભરતો માણસ
એકેક ઘરમાં આશની વાટે દીવો કરતો માણસ

વૈશાખી બપ્પોરે આભથી ઝરતો બળબળતો અંગાર

એકબીજાનો  છાંયો  થાવા  વડ  થઇ  કરતો ટંકાર

સત્યમ શિવમ સુન્દરમ નાદથી ગુંજે ઘુમ્મટ ગોળ
સગપણ સઘળાં ભેગા થઈને થાતાં ઓળઘોળ

અમિત ત્રિવેદી

શરમાઇ છે

2 Comments

આજ અવસર છે અનેરો દાદાને દરબારે
ખુદ  યમરાજે   હોઠે   ધરી  છે    શરણાઇ

મારી   દીકરીની   શરણાયું  વાગીને
મારી લાડલી જુઓને કેવી છે શરમાઇ

મારી ખોવાયેલી દીકરીની આંગણી પકડી
હરિએ     વરસાવી    છે     દેવતાઇ    મ્હેર

અવસરો  તો   રૂડાં  અહીં   કે   તહી
પણ  જુઓને  એમાં  કેટલો  છે  ફેર

રેશમી  આ  જીવતરનું પાનેતર ઓઢી
લાડલી  જુઓને   કેવીક    છે  મલકાઇ

ડૂબતી આંખોને હવે  પાંપણના ફાફાં
પછી અવકાશમાં  ડૂબતુ  મારું  મન

કોઇ આવી પૂછે તો એને  હું  કહું
કેવાં રે  મેં  એનાં કર્યાં છે જતન

મારાં રૂંવે રૂંવે  પગટયા  દીવા  અખંડ
મારી ભીતરે વાગી  છે ઝીણી શરણાઇ

–  અમિત ત્રિવેદી

નોંધ  : ખૂબ જ નાની વયે વિદાય થયેલી   સ્વ. રાજીને અંજલિ  આપતું આ ગીત

Older Entries