ઉંચકી લો છો

No Comments

કોકિલ કલરવના સ્વજન  ઉંચકી લો  છો
ઉમંગો  કેવાં   નિર્ધન     ઉંચકી    લો  છો

ઉંચકી  લો   છો  પાંપણથી  કેવાં  સપનાં
આંગળીએથી  ગોવર્ધન  ઉંચકી  લો  છો

કુરૂક્ષેત્રમાં  કયાં  છે  એની  આજ   અસર
વાતે   વાતે   સુદર્શન   ઉંચકી   લો    છો

ઈશ્વર!  આપના  માટે રોજની છે  ઘટના
જયારે ઇચ્છો મારું સ્વજન ઉંચકી લો  છો

ઇશ્વર ! જેને    પૈસામાં    રમતો   રાખ્યો
એને  કેમ  તમે  નિર્ધન  ઉંચકી લો   છો?

–  અમિત ત્રિવેદી

થીજયા છે હોઠ હવે એજ રામ….

No Comments

 

 

 

થીજયા  છે  હોઠ હવે એજ  રામ
બોલતા  જે  સદાયે  રામ  રામ

પીંજર   છોડીને    ઉડયું   પંખી
મારગ સોનેરી મળ્યો અનહદ

સાગર   ને   સરિતાના   સૂરની
દસ દસ  દિશાએ   ખુલી સરહદ

બૌલ્યાતા ડગલે પગલે રામ રામ
શીદ તમે સામે જઇને બેઠા આમ ?

-રસ્તામાં   શબરીની   બોરડી
ઝૂકી ઝૂકી બોલતીતી રામ રામ

છોડીને    નીડ    અમે     ઉડયા
-બેઠાં છે  આવી  હવે  તારે  ધામ

પ્રગટે  ભલે લાખો દીપ સૌ  ઘરે
પ્રગટે  હવે  રામ  મારા  અંતરે

– અમિત ત્રિવેદી

Mobile…..

No Comments

એક  સવારે idea આવ્યો ચાલો થઇએ Excel,
Hutch મચાવે   એવી   ધૂન  હુંકારે   Airtel

એકબીજાને રીંગ આપી
ચાલો મોબાઇલ થઇએ
કાનમાં આવી એણે કહ્યું
ચાલો ગ્લોબલ  થઇએ

રીગટોનમાં  વહેતો  આવે મધુર  અનહદ  આનંદ
તારી હું વાટ નિહાળું, હૈયે લઇ મોબાઇલ   આનંદ

હો ભલે ગુર્જર કે –
હો   ભલે   મારવાડ
રોમીંગ તો છે ફ્રી ભલા
કરીએ દૂર સઘળી વાડ

ચાલો  આપણે  સૌ  કરીએ  એક  પ્રબળ  એલાયન્સ
જેના ભરોસે આપણે ચાલીએ એ જ હો  Reliance

No Comments

હરિના આ મેળામાં આપણે આપણો મેળો ભરીએ
મેળામાં મેળો ભરી આપણે  હરિને જ ભૂલી જઇએ

હરિ ચલાવે  ચકડોળ
તો ખૂબ  ખૂબ  ડરીએ
હામ  જરા ધરીએ તો
હેમ   ખેમ    ફરીએ

આંખ જરા મળી ના મળી ત્યા તો છૂંદણા છૂંદી દઇએ
હરિના  આ  મેળામાં આપણે હરિથી છટકી  ને ફરીએ

અમથા અમથા જાગીને
રાતના ઉજાગરા કરીએ
હરિના    આ   મેળામાં
જાગરણથી  કેમ ડરીએ ?

હરિના   મેળામાં    લખચોરાશી    ફેરા   ફરીએ
નહીં લેવું નહીં દેવું , ચાલો સુખથી આપણે ફરીએ

–    અમિત ત્રિવેદી

વિદાય ગીત

No Comments

 

 

ઉંબરે  આવી ઠેસ વાગે  ત્યારે
કોણ   કહેશે   ખમ્મા   બાપુ ?
આંગણા પાસે ઢોલ વાગે ત્યારે
કોણ  કહેશે    ખમ્મા   બાપુ ?

કોને   અમે    વાતો  કહીશું
ટાંકશું કોના ગાલના ખંજન ?
કોને અમે ટોકશું અને વાંચશું
કોના     હોઠનાં     કંપન ?

મન  ભરાતા ડૂસકું  આવે  ત્યારે
કોણ    કહેશે   ખમ્મા    બાપુ ?
લીલેરા રંગે તહીં મહેલો સજાયા
ઉપવનના   રંગો   એને  આપું

નસનસમાં વહેતાં અહીં આયખાં કપાયાં
કેમ     કરી     જીવતર     હું   કાપું ?

– અમિત ત્રિવેદી

હૈયે છે મસ્તીનો તોર ….

No Comments

ઘરને આંગણિયે ને આંબાની ડાળે અહીં એવાં તે મ્હોર્યા  છે મોર
ફૂલના હિંડોળે અમે એવાં તે ઝૂલ્યા કે  ફોરમને મળ્યો છૂટો દોર

        સાત પગલાં માંડ્યા આકાશમાં
                ને ભીતરે ઉમટયાં સાગર અફાટ
        નવલખ તારાની અમે ઓઢણી ઓઢી ને હવે
                વ્હાલમ જોતાં રે તારી વાટ

ઝરતી મંજરીએ ગા જે તું ગીત અમે પાથરી છે પાલવની કોર
બારસાખે  બાંધ્યા  છે આસોપાલવ  ને  હૈયામાં ટહૂક્યા   છે મોર

        એક એક શબ્દ અમે ખોલશું
                ને થાશે વૃન્દાવન તરતું આકાશમાં
        અમે  મખમલિયા ગીતો અમે
              એવાં રે ગાશું વહાલમ તારી તે સંગે બસ તારા તે સાથમાં

એક પગલે  ધરતી ને  એક પગલે આભ હૈયે  છે  મસ્તીનો તોર
આંખોને જરા બંધ કરી અને જોયું તો અમને લાગે છે ગુલમ્હોર

                                                                          – અમિત ત્રિવેદી

શ્યામ …..

2 Comments

 

AUDIO

માણીગર મુરલીવાળો શ્યામ … ઓ શ્યામ…  ઓ શ્યામ…

ગોપીઓના મનડે ઘૂમતો, રમતો લાગે છે અતિ સુંદર
રમતો લાગે છે અતિ સુંદર,  છબીલો છેલ  છોગાળો શ્યામ

કુંજ ગલીમાં તું અટકી જાતો, ગોકુળિયે તું કેમ ન આવે ?
યમુનાજીએ તને મારગ દીધો, યાદ તને એ કેમ ન આવે ?

માણીગર મુરલીવાળો શ્યામ

કલરવની કેડીએ અમે તો એકલા, સુણીએ છીએ અમે તારા ધબકારા
મુરલીના સુરોના આછા અજવાળા ,ચીંધે ગોપીઓને મારગ પરબારા

માણીગર મુરલીવાળો શ્યામ

ગોપીઓના મનડે ઘૂમતો, રમતો લાગે છે અતિ સુંદર
રમતો લાગે છે અતિ સુંદર, છબીલો છેલ છોગાળો શ્યામ

                                                       
                                                                        – અમિત ત્રિવેદી

કાગળ પર ચિતરેલી નદીયોને હોય

No Comments

 

 

કાગળ પર ચિતરેલી નદીયોને હોય કાગળની હોડીના અંજળ,
મારામાં જીવતી એક સોનેરી પળ એને સોનેરી શ્વાસોના ઝળહળ

વેદનાની વાવમાં ઉતરુ શું કામ
દરિયાનો છોરો હું તો દરિયો થઇ જાઉં
ધસમસતી નદીઓ પછી આવશે અપાર,
ધોધમાર વરસાદી સ્વપ્ન થઇ આવું

રોજરોજ મારામાં ભળશે એ પળ, ઝુકી ઝુમી પછી ભરશે વાદળ
મારામાં જીવતી એક સોનેરી પળ એને સોનેરી શ્વાસોના ઝળહળ

અંધારી રાતોમાં દીવા કરું
જોવા દીવા તળેનું અંધારું
ઘેર ઘેર દીવડાઓ પ્રગટે પ્રગટે
ને પછી અજવાળું થાતું સફ્યારું

રોજ રોજ મારામાં ઓગળી શકું, પછી અંધારા લાગવાના પોકળ
મારામાં જીવતી એક સોનેરી પળ એને સોનેરી શ્વાસોના ઝળહળ

– અમિત ત્રિવેદી

છોડીને જાય છે….

No Comments

Click on this link to listen the Audio :  છોડી ને જાય છે ……

છોડીને     જાય     છે    અવાવરું     ઘર
પછી   બાંધ્યા   કરે   છે  નિત  નવું  ઘર

ખૂણે     ખૂણે      સ્મરણો         બેઠાં      છે
કોણ    હવે    કરશે   અહીં   બોલતું   ઘર

સમજણનો     દીવડો    પાથરે   ઉજાશ
વાટને  સંકોર્યાં  પછી  કેવું  દોડતું   ઘર

ભલે    દિવાલોથી   બાંધેલ   છે  નકશા
ધબકતાં સ્વાસૉથી પછી વિસ્તરતું ઘર

Newer Entries