કોકિલ  કલરવના સ્વજન ઉંચકી  લો છો
ઉમંગો   કેવાં    નિર્ધન   ઉંચકી    લો   છો

ઉંચકી  લો  છો   પાંપણથી   કેવાં  સપનાં
આંગળીએથી   ગોવર્ધન   ઉંચકી   લો છો

કુરૂક્ષેત્રમાં   કયાં   છે   એની આજ અસર
વાતે   વાતે    સુદર્શન   ઉંચકી   લો    છો

ઈશ્વર! આપના માટે રોજની   છે  ઘટના
જયારે ઇચ્છો મારું સ્વજન ઉંચકી લો છો

ઇશ્વર !  જેને   પૈસામાં    રમતો   રાખ્યો
એને  કેમ   તમે  નિર્ધન  ઉંચકી  લો છો ?