[wonderplugin_audio id=”9″]

 

કેસૂડાના રંગ ભરી, સપનાનો સંગ કરી  આવ્યો  પવન
સાંવરિયો નેહ ભરી,ઘરનું સરનામું લખી લાવ્યો  પવન

સર સર સરતો સમીરા ,
ફર ફર ફરતી ફોરમ
રંગ રંગ મ્હોર્યો ઊમંગ,
બારસાખે બાંધીને  તોરણ

હૈયામાં ગીત  ભરી, કોકિલ  કંઠ   બની  આવ્યો  પવન
સોનેરી રંગ ભરી સાંવરનું  નામ  લખી  લાવ્યો  પવન

ધોમ  ધોમ વૈશાખી તાપનો ,
અગન  ઠારતો  પવન
અષાઢી   મેઘલી   રાતે,
રોમ રોમ  છલકે મધુવન

મખમલિયા  સપના, મનગમતા ઠામે દોરી  લાવ્યો પવન
ખાલીખમ આંખોમાં, રેશમિયું અજવાળું લઇ આવ્યો  પવન

– અમિત ત્રિવેદી