જાત પીગાળી , અહમ ઓળંગી આવ્યો તારી પાસે
ને  સફરમાં  જે  મને  મળ્યું  તે  લાવ્યો  તારી પાસે

હસ્તરેખાઓ    બધી  ઓળંગીને    દોડી   હું  આવ્યો
હું   વિધાતાને   મનાવીને  જ   ફાવ્યો  તારી  પાસે

ને  અહી શબ્દો  નથી  ઓળંગી  શકતા હૃદયસીમા
ચાલ  ખાલીપાને  ખાળી  લાવું  કાવ્યો  તારી પાસે

ગોળ  પૃથ્વી  કેમ  ફરતી  છે  નથી  સમજાવવાનું
તું નથી તો સ્થિર છું? લઇ પ્રશ્ન આવ્યો તારી પાસે

લાશની   માફક   મને    દોડાવતા   લોકો    ભલેને
તેં   જિગર   તરબોળ રાખીને  તરાવ્યો તારી પાસે

– અમિત ત્રિવેદી