ન્હોતું પરવડતું વારંવાર મને મરવું
તેથી મેં શીખી લીધું મૃગજળમાં તરવું

માફી આપી દે ,એની સાથે જીદ ના કર
ખોટો ઘેરાયો છું , શીખી જા તું ડરવું

બદનામ થવાનું તારા ભાગ્યમાં જ છે
પ્રેમ તું છોડીશ નહી , હૃદયથી ઝરવું

મોસમ છે તો ખીલી જા , તું ચિંતા ના કર
મન તું જીતી જા , નક્કી કર નથી ખરવું

શબ્દોની વણઝારને તું થંભાવી દે
મૌનની આભા છે, હોઠેથી પાછા ફરવું

અમિત ત્રિવેદી