એમની  શું  વાત  કરું?  એ તો   બસ   છે  જ  એવા
શાને   પંચાત  લખું?  એ  તો  બસ    છે   જ   એવા

ફળિયે  આવી ને પછી  છાનામાના  ફરતાં   ફરતાં
શાને  હું   યાદ   કરું?  એ   તો  બસ  છે  જ    એવા

ચેટીંગ    કરી     ફોટાને     કરતાં    એ     વાયરલ
તેથી   હું   ખૂબ   ડરું   એ  તો  બસ   છે    જ  એવા

વાંકુ    પડે     તો     પછી      મંડીપડે      ચાલવા
શાને  લઈ  ભાર  ફરું?  એ  તો  બસ  છે  જ  એવા

કાંઠા  પર  લાવીને  મોજાઓ  પટકે  છે  રોજરોજ
દરિયો  હું  કેમ તરું?  એ  તો  બસ   છે  જ   એવા

– અમિત ત્રિવેદી