… ફોરમ છવાઈ છે બધે
Oct 04
ગઝલ Comments Off on … ફોરમ છવાઈ છે બધે
આ બાગમાં ફોરમ છવાઈ છે બધે
ચૂંટી લઈ ફૂલો, ઘવાઈ છે બધે
એ રંગ તો પાકો હતો ભગવો છતાં
રંગીન ત્યાં ભૂરકી છવાઈ છે બધે
મનમાં હતી, તારી બધી વાતો હતી
ને એ ગઝલ મારી ગવાઈ છે બધે
તેં તો હવામાં તીરને છોડ્યું હતું
તો લાગણી શાને ડઘાઈ છે બધે?
ને સાંજ વેળા મોર ગ્હેકે છે અહીં
બાંધ્યા નથી તોરણ નવાઈ છે બધે
– અમિત ત્રિવેદી