દુનિયા  છોને  જાહેરાત   કરે    હું  નાપાસ,
દોરાધાગા    તૂટીને     થાશે     નાસીપાસ

આ કેવો ખેલ્યો છે ખેલ શિકસ્ત કરવાનો ?
થાકીને સૂતો તો લાગે  ઝળહળ  અજવાશ

આ કેવો રચ્યો   છે  મેળ  પરસ્ત કરવાનો
સપનાં  આંખોને  અડકે  તો  યે  આભાસ

મનમાં  હોવી   જો ઈએ   મીરાં   દિવાની
જામે  છે  તેથી એનો ત્યાં મનગમતો રાસ

થોડી  લીટી   દોરી  લખ્યું   જીવન  મારું
બંધ  હથેળીમાં લાગે  છે  તારો  અહસાસ

– અમિત ત્રિવેદી