… અનહદ મળે
Oct 18
સુખ મળે જયારે મળે અનહદ મળે ,
દુઃખ ભલે મળતાં એની સરહદ મળે
સ્વપ્ન કડિયાએ બધાં જોયા હતાં,
ખોદતા એ ઘર નીચે અનહદ મળે
એ સફરની માત્ર કલ્પના હું કરું ,
ને પછી ગીતો મને બેહદ મળે
રોજ ત્યાં આવી ન જાણે શું થતું ?
જોઉં તો ભીની બધી સરહદ મળે
એ વળી કેવું બને કે તું લખે –
એ કહાનીના જ અંત સુખદ મળે
– અમિત ત્રિવેદી
સ્વર : ઘ્વનિત જોશી
સ્વરાંકન : ઘ્વનિત જોશી