હોઠ પર જાણે બધે પીંછું ફરે,
એમ તારું નામ ધીરેથી સરે

કોઈ હરતું ફરતું લાગે છે અહીં
યાદના દીવા બની એ તરવરે

પ્રેમમાં ડૂબી જતો પાગલ હવે
પગ તળે ભીનાશ લાગે તો ડરે

તે પછી અંધાર લાગે આભમાં
એક તારો આંગણે આવી ખરે

તું ઈશારે વાત સમજાવે જતી
ભીતરે રણઝણ પછી રણકયા કરે

– અમિત ત્રિવેદી