હું અક્ષ૨માં લ્યો પ્રગટાવું એક  જ   તા૨ો  નાદ
સ્વરનું ગુંજન મુજ હૈયામાં લાવે અલખ ઉન્માદ

મન મંદિ૨માં   હું ય જલાવું એક જ દીવો તારો
તું છો   મારી અંતર્યામી આ  ભવ મારો ઉગારો

જય જય   મેલડી મા૨ી માં આંખો મહી ઝરે છે
અશ્રુઓના આ  સાગ૨માં જીવત૨. મારું તરે છે

તું  છો  મારી માવલડી   માં અર્પું ફૂલ ને  ચોખા
મારા આતમને શણગારી કરું હું  મૂલ  અનોખા

 
-અમિત ત્રિવેદી