હું જે નથી એ
Nov 12
હું જે નથી એ તું મને થાવા કહે
સંબંધ તો એ આકરો લાગી સહે
મારે ખુલાસા આપવાના હોય તો
ત્યાં લાગણી સંબંધમાં થાકી જશે
એવા બધા સંબંધ ત્યાં તાજા રહે
જ્યાં એ કરેલી ભૂલને ભૂલી વહે
હું છું તેના કરતાં વધુ પૂર્ણતા મળે
એવા બધા સબંધો ત્યાં તાજા હશે
શતરંજની જેવા જ સંબંધો બધા
જેવી તમારી ચાલ એવી એ ચલે
– અમિત ત્રિવેદી