શ્વાસ સાથેની રમત…..

No Comments

શ્વાસ   સાથેની  રમત એ  તો  રમાડે
જો  ડરીએ   હારથી   તો   એ  પછાડે

ઝાંઝરીએ     કોતરી    ઝંકાર     હૈયે
સાવ  સુના  ખંડમાં  એ  શું  જગાડે ?

એ  ગજુ  મારું  નથી, લે  જીત  તારી
એ  રમતને   કેમ  પાછી  તું  રમાડે ?

સાંજ  જેવી સાંજ  ને એમાં  મળે  તું
એ જ જંતર , એ જ મંતર  તું  વગાડે

મંદિરે   હું    રોજ   આવીને   કહું   કે
એક  સેલ્ફી   તું   હયાતી   નો  પડાવે

– અમિત ત્રિવેદી

વંદન હું કરતો કરતો, માફી ચાહું છું

No Comments

 

 

વંદન હું   કરતો    કરતો,  માફી   ચાહું છું ,
ભીતરને   અજવાળી હું , અક્ષ્રર છાપું  છું.

જીવનપથ પર ચાલી ચાલી હરપળ હું  તો
સૌના  ચ્હેરા  ઉપર   ઈશ્વરને   વાંચું   છું.

થાકી   જાઉં   રસ્તો લંબાતો  લાગે   પણ,
હસતાં   હસતાં   દુર્ગમ   રસ્તાને  કાપું  છું.

સૌની   સાથે   એવી   રીતે   જીવું   છું  કે –
જેવો ઈશ્વરની   સાથે     નાતો   રાખું  છું.

કોઈ  દિ’ ભૂલો  ક્યાં શોધું   છું  બીજાની?
ખોવાયેલી પળ  નિજની ખોળી  લાવું  છું.

 

– અમિત ત્રિવેદી

આ કોની આંખે ચડેલું ગામડું છે?

No Comments

આ  કોની  આંખે  ચડેલું  ગામડું  છે?
એ   વળી   કોને   નડેલું   ગામડું   છે

આ   ગગનચુંબી  મકાનો  તો નગરના,
ચાસ   પાડીને     લખેલું   ગામડું   છે

શબ્દ  ધોબીનો  અને  વનવાસે સીતા
મોંઘી    ગાડીને   નડેલું    ગામડું    છે

પાન  પાને,  ડાળ  ડાળે   ઝૂલતું   એ
આ  કોની  આંખે ચડેલું  ગામડું   છે?

ને     પુરોગામી    તરફથી    ઊતરીને
હાથથી   સરકી   ગયેલું   ગામડું   છે

– અમિત ત્રિવેદી

….. બંદગીની રેશમી સોગાતને

2 Comments

બંદગીની       રેશમી       સોગાતને
કેમ   હું    ભૂલી   શકું     એ   વાતને

તું   મને   સપનામાં    આવીને  મળે,
રાત   આખી    હું   જગાડું    જાતને

ભાર   લાગે     છે  મને  જેનો   છતાં
ગામના   લોકો      ચગાવે    વાતને

લાગણી   બેફામ    દોડી   રગ  મહી
હૈયું   ભૂલી    જાય   એની     ઘાતને

ચાંદ   લંબાવી  દે  આજે  આ મિલન
મેં   મનાવી  લીધી   છે  આ  રાતને

– અમિત ત્રિવેદી

ભીડની વચ્ચે રહ્યા છે માણસો

No Comments

ભીડની વચ્ચે  રહ્યા  છે માણસો
સાવ ખોટા નીકળ્યા  છે માણસો

કાળજું તોડી  ગયા  જે  માણસો
ભીડમાં જોવા મળ્યા છે  માણસો

માણસો યે ક્યાં રહ્યા  છે માણસો
વાત એ કરતાં રહ્યા  છે   માણસો

લાગણી  એ   ચીતરીને    કાગળે
રંગ. જોવાને   મળ્યા  છે માણસો

આયના સામે   રહી   તું   પૂછજે
માણસો યે ક્યાં રહ્યા છે માણસો

– અમિત ત્રિવેદી

Older Entries Newer Entries