Dggh
May 23
Gghjj
રચિત ગઝલ અને ગીત
Aug 17
બોલીએ નમો મહાવીર, બોલીએ નમો ત્રિશલા નંદા
વંદન કરીએ મહાપ્રભુને, નિરખી નિર્મલ આંખોમાં
વંદન કરીએ અરિહંતને, ૐ નમો અરિહંતાણં
ધ્યાન ધરી સિધ્ધ ભગવંતોનુ, ૐ નમો સિધ્ધાણં
મન સ્મરીલે આચાર્ય દેવોને, ૐ. નમો આયરિયાણં
વંદન ઉપાધ્યાય દેવોને, ૐ નમો ઉવજ્ઝાયાણં
તમે અમારા તારણહારા, ગાઈએ તવ ગુણગાન
વંદન સઘળા સાધુજનોને, નમો લોએ સવ્વસાહૂણં
રોમ રોમમાં પુલકિત થઈને, પંચ દેવને નમન કરો
પળે પળે સૌ જપતા રહીએ, એસો પંચ નમુક્કારો
દૂર થશે સઘળા પાપો, નિત્ય હૈયે નવકાર ગણો
અર્થ એનો સહુ સમજી લઈએ, સવ્વ પાવપણાસણો
મંત્ર એક નવકાર જગતમાં સર્વ મંગળોમાં અતિ મંગળ
મંગલાણં ચ સવ્વ સિં, પઢમં હવઇ મંગલ
-અમિત ત્રિવેદી
સ્વર : અનુપા પોટા, નિશા પારઘી અને વૃંદ
સ્વરાંકન : મુકુન્દ ભટ્ટ
Aug 13
આંગણની તુલસી ને જઈને શું કામ
કહું અળગા થયા ની વાત વ્હાલમની
હળવે હૈયે વાત કરું વ્હાલમની
ઓઢીને આભ સાથ રહું વ્હાલમની
શબ્દોની પૂંજી લઈને બેઠી છું હું
એની યાદો ના દોરેથી બાંધવા તરાપા
નેહના વ્હેણ વળી વળ્યા છે ત્યાં
મારા પિયુજી આવશે તારવા તરાપા
ઉભા ખડક સમી અલીક જુદાઈ ને
તોડી ને સાથ રહું વ્હાલમની
આયને આવીને ઉભી રહું
ત્યાં પિયુજી સેંથી માં ભરતા કંકુ
જેણે છુપાવ્યો મારા પિયુ નો ચહેરો
એવા આયનાની કોને ફરિયાદ કરું
કિરણોની આવન ને આયનામાં હું
ઓઢી અંધારું સાથ રહું વ્હાલમની
-અમિત ત્રિવેદી
સ્વરઃ કલ્પક ગાંધી
સ્વરાંકન : કલ્પક ગાંધી
Aug 13
મારા ઘરની દીવાલ ને પડછાયે કોઈ અટક્યું છે
હવે સૂરજ ને કહો કે થંભી જાય કોઈ અટક્યું છે
સ્મરણો પણ અહીં કેવાં હળ્યાં મળ્યાં છે
હવે ઘટનાને કહો કે થંભી જાય કોઈ અટક્યું છે
આમ અમસ્તાં જ નીકળ્યા હતા રસ્તે અમે મળ્યા
હવે કારણ ને કહો કે થંભી જાય કોઈ અટક્યું છે
પર્ણને પડછાયે કોઈ આવી અટક્યું છે
હવે પાનખર ને કહો કે થંભી જાય કોઈ અટક્યું છે
ગઝલના મત્લાના કાફિયામાં કોઈ આવ્યું છે
‘અમિત’ ને કહો કે લખે જાય કોઈ મલ્કયું છે
-અમિત ત્રિવેદી
સ્વરઃ રવિન નાયક
સ્વરાંકન :રવિન નાયક
Aug 10
મેલડીમાંની ડાક ને મારું ઝાંઝર વાગે
માડી તારે ગરબે અહીં ગગન ગાજે
મેલડીમાંની મને દયા મળે
લખચોરાસી ફેરા મારા ટળે
ઘૂમું ઘૂમું તારે ગરબે ઘૂમું
રુવે રુવે તારું તેજ ભળે
એ ગુગળીયા ધૂપથી માડી જાગે માંની ઝાલર વાગે
મેલડીમાંની ડાક ને મારું ઝાંઝર વાગે
હૈયે હરખ હેત હેલી ચડે
છાની છાની માંડી મનમાં મલકે
ડગ ભરું ત્યાં પથ પ્રકાશે
માડી તારી છાયા છલકે
મારે તાવા ના પરચા જોવા કાજે અહીં જગત આવે
મેલડીમાંની ડાક ને મારું ઝાંઝર વાગે
-અમિત ત્રિવેદી
સ્વરઃ અનુપા પોટા અને રાહુલ રાનડે
સ્વરાંકન : રાહુલ રાનડે