લાગણીનું ડૂસકું
Jul 08
હૈયામાં લાગણીનું ડૂસકું આવ્યું
પાનખરે પાનમાં વાવણીનું શમણું આવ્યું
હૈયાની કોરી ભીંતે આંગણીનું લખવું આવ્યું
અક્ષરો સમજાતા એને આંગણીનું હસવું આવ્યું
અંધારી રાતે આગિયાનું ઝળહળવું આવ્યું
અહીં ધોળે દહાડે તા૨ાનું જોવાનું આવ્યું
ભૂલથી ભૂતકાળને ભૂલવાનું આવ્યુંપથ્થરના
ને વર્તમાનમાં અતીતનું ડૂબવું આવ્યું.
– અમિત ત્રિવેદી
સ્વર : કલ્પક ગાંધી
સ્વરાંકન : કલ્પક ગાંધી