મેં  વાતને    વ્હેતી    કરી   હવામાં
એની દિશા બદલાય   છે   જવામાં.

ભાષા   તબીબોની   તમે  લખી છે,
તેથી  મળે   છે   લાગણી   દવામાં.

તસ્વીર   મેં     દોરી   હતી  તમારી,
એના  મને   રંગો     મળે   હવામાં.

શબ્દો બધાં  વણઝારમાં   ઊભા છે
શું  મૌનના  કારણ  બની  જવામાં?

કોઈક દિવસ સૂરજ ઊગે  ને  લાગે,
મોડું    થશે   સૂર્યાસ્તને    થવામાં?

 

– અમિત ત્રિવેદી