સંબંધ બાંધી ફૂલને છોડી ને ક્યાં ગયા?
Oct 29
ગઝલ Comments Off on સંબંધ બાંધી ફૂલને છોડી ને ક્યાં ગયા?
સંબંધ બાંધી ફૂલને છોડી ને ક્યાં ગયા?
ઝાકળ બનીને ફૂલમાં પોઢી ને ક્યાં ગયા ?
ઉધ્ધાર મારો થાય ખરો તે છતાં મને
ભ્રમણા બધી અહીં હરિ જોડી ને ક્યાં ગયા
રોજે મને નવી દુવિધાઓ મળે છતાં
મારા હતા એ સારથિ, દોડીને ક્યાં ગયા
સૂરજમુખીનું રોજ નવું ફૂલ ખીલતું
તાજા વિચારને કવિ ખોળી ને ક્યાં ગયા
તખ્તી હતી છતાં હરિ ઘર ભૂલી જાય છે
ઝંખું છતાં મને હરિ છોડીને ક્યાં ગયા
-અમિત ત્રિવેદી