… એ કિસ્સો થયા કરે છે
Nov 06
ગઝલ Comments Off on … એ કિસ્સો થયા કરે છે
તું આવ ખોટું કશું નથી પણ અહીં એ કિસ્સો થયા કરે છે
તને ભલે ના ગમે છતાં એ બધી કથાઓ થયા કરે છે
ન જીત કે હારથી એ ડરતો અતૂટ શ્રદ્ધા કદી ન છૂટે
વિટંબણાઓ ઘણી હશે પણ નવો ત્યાં રસ્તો થયા કરે છે
ને શું ખુલાસા બધા કરીને અહીં દિલાસા જ આપવાના?
ન મોંઘવારી ઘટે ને માણસ શા માટે સસ્તો થયા કરે છે?
અનુભવોથી થયા કરે છે વફા જ ખોટી હતી અમારી
અહીં તો માણસ હવે ડરે છે નકામા દોસ્તો થયા કરે છે
નજરથી એની નજર મળી નહિ શકી બધાં ને ખબર પડી છે
કશે ન ચાલી શકે એ સિક્કો બધે જ ખોટો થયા કરે છે
-અમિત ત્રિવેદી