પ્રત્યેક ક્ષણને સાચી જીવાય તો મજાનું
Nov 09
પ્રત્યેક ક્ષણને સાચી જીવાય તો મજાનું
જીવન પ્રવાસ નોખો સચવાય તો મજાનું
તું લાગણી છુપાવે, હું લાગણી છુપાવું
ને નામ જો પરસ્પર બોલાય તો મજાનું
એના બધાં રહસ્યો જાણે છતાં શુકન છે
સંબંધ જો ગુલાબી બંધાય તો મજાનું
એ બારણે ટકોરા પડવા છતાં ન ખોલે
વરસો પછી મળે મન લલચાય તો મજાનું
એને ફરીવળે છે યાદો બધી અચાનક
બંધ કમાડ એના ખોલાય તો મજાનું
-અમિત ત્રિવેદી