ઘણીવાર શ્વાસો વજનદાર લાગે
Nov 09
ઘણીવાર શ્વાસો વજનદાર લાગે
છતાં જો વધે તો સમજદાર લાગે
ઘણું જાણતા હોય તો પણ બધાને
બધા લોભ માયા ચમકદાર લાગે
નથી કોઈ શબ્દો નથી કોઈ વાચા
છતાં મૌન કેવું અસરદાર લાગે
મને એ જ રીતે મનાવી શકે એ
કશું પણ ન બોલે છતાં પ્યાર લાગે
હશે સાવ અંગત, નિકટ આવતા એ
મને તો ભલા એ ખબરદાર લાગે
-અમિત ત્રિવેદી