સાવ સીધો એક કડિયો જાદુ કરતો
Oct 13
ગઝલ Comments Off on સાવ સીધો એક કડિયો જાદુ કરતો
સાવ સીધો એક કડિયો જાદુ કરતો
સ્વપ્ન એ જંતર કરીને ઇંટે ચણતો
આયના વેચી લોકોને એ સડક પર
તેમનો ચ્હેરો બતાવી પેટ ભરતો
એક પથ્થરનું રૂપાંતર એ કરે ને
શોધવા ઈશ્વર, ભટકતો કેમ ફરતો
દોસ્ત છોડીને બધું તારે જવું છે
તો પછી ખાલીપણાથી કેમ ડરતો?
કોઈના હોવા વિશેની ધારણામાં
રાત આખી શોધવામાં જાગ્યા તું કરતો
– અમિત ત્રિવેદી