ન્હોતું પરવડતું વારંવાર મને મરવું
Oct 12
ગઝલ Comments Off on ન્હોતું પરવડતું વારંવાર મને મરવું
ન્હોતું પરવડતું વારંવાર મને મરવું
તેથી મેં શીખી લીધું મૃગજળમાં તરવું
શબ્દોની વણઝાર હવે તું થંભાવી દે
મૌન ખરી આભા , હોઠે આવી ફરફરવું
બદનામ થવાનું તારા ભાગ્યમાં જ છે
પ્રેમ તું છોડીશ નહી ,હૈયા માંથી ઝરવું
મોસમ હો તોફાની, દરિયા હો તોફાની
સતની નૈયા હો તો સામે વ્હેણે તરવું
મોસમ છે તો ખીલી જા ,તું ચિંતા ના કર
ફોરમ તો જીતે છે ,નક્કી. કર ના ખરવું
માફી આપી દે , એની સાથે જીદ ના કર
મનથી ઘેરાયો છું , શીખી જા કરગરવું
-અમિત ત્રિવેદી