પોકળ શબ્દો લઈ તું બોલે
Oct 13
ગઝલ Comments Off on પોકળ શબ્દો લઈ તું બોલે
પોકળ શબ્દો લઈ તું બોલે
છળ લઈ તું ઈશ્વરના ખોળે?
એક વેળા ઈશ્વરને સાંભળ
ટેવવશ તું મંદિરમાં બોલે
ઈશ્વરને પુકારી આવી
રાવણની તું આંખો ખોલે
આ રીતે મંઝિલ મળશે શું
કેવળ અટકળ માંડી દોડે
સાત જનમના લેણા દેણા
સાથ એનો શાને છોડે?
– અમિત ત્રિવેદી